મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા વિશ્વ ટીબી દિવસ પર 5 દર્દીઓને દત્તક લીધા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે મુસ્કાન વેલ્ફેર સોસાયટીની અનોખી સેવા

મોરબી, તા. 24 માર્ચ 2026: વિશ્વ ટીબી દિવસ નિમિત્તે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સતત ચોથા વર્ષે સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

24 માર્ચ, 1882ના રોજ વૈજ્ઞાનિક રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી, જેના ઉપલક્ષમાં આજે 144મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે.

આ અવસરે સંસ્થાએ આ વર્ષે પણ 5 ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લઈને તેમને પૌષ્ટિક આહાર કિટ વિતરણ કરી છે. આ કિટ દ્વારા દર્દીઓને જરૂરી પોષણ મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પહેલનો મુખ્ય હેતુ ટીબી જેવી ગંભીર બીમારી સામે લડી રહેલા દર્દીઓને પોષણ અને સહકાર આપી તેમની સારવારમાં મદદરૂપ થવાનો છે. કાર્યક્રમ દરમિયાન ટીબી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર પિયુષભાઈ જોશીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં અંદાજે 850 જેટલા ટીબીના દર્દીઓ હોવાનું માનવામાં આવે છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. આવી પરિસ્થિતિમાં સંસ્થાની આ સેવા પ્રશંસનીય બની છે.

મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આ સેવાકીય કાર્યમાં જોડાવા ઇચ્છે તો તેઓ સંસ્થાની સાથે જોડાઈને આ સેવા યાત્રાનો ભાગ બની શકે છે.

અંતમાં, તમામ દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ સામાન્ય જીવન તરફ પરત ફરે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW