રાજ્ય પોલીસ વિભાગમાં પીઆઈ અધિકારીઓની વ્યાપક બદલી મોરબીમાં LCB,SOG,LIB, સહિતના પીઆઈ ની બદલીઓ જાણો કોણ ક્યાં મુકાયું

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાજ્યમાં પોલીસ વિભાગમાં મોટાપાયે બદલીઓનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે. એલ. એન. રાવ દ્વારા 518 બિનહથિયારી પીઆઈઓની બદલીનો સૌથી મોટો ઘાણવો બહાર પાડવામાં આવ્યો છે.
આ પહેલા જ 254 પીઆઈઓના બદલીના હુકમ જાહેર થયા બાદ કલાકોમાં જ ગૃહ વિભાગ દ્વારા વધુ એક મોટો બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે

રાજ્ય પોલીસ વિભાગમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની મોટી બદલી મોરબી LCB, SOG, LIB, CYBER CRIME
સહિતના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ ની બદલીઓ

રાજ્ય પોલીસ વિભાગમાં પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જગ્યાએ નિમણૂક આપતાં પ્રશાસનિક ફેરફારો કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, એસઓજીના પીઆઈ એન.આર. મકવાણાની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે એલસીબીના પીઆઈ મયંક પંડ્યાને વડોદરા મુકવામાં આવ્યા છે. એલઆઈબીના પીઆઈ માથુકીયાને સાબરકાંઠા તથા મહિલા પીઆઈ લગધીરાકાને બનાસકાંઠા ખાતે ફરજ સોંપવામાં આવી છે.

વાંકાનેરના પીઆઈ હુકુમતસિંહને કચ્છ પૂર્વ ખાતે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત, નયન વસાવાને ભરૂચ, કે.એમ. છાસીયાને સુરત અને વી.પી. ગોલને અમરેલી ખાતે નિમણૂક આપવામાં આવી છે. પી.ડી. સોલંકીને સાયબર સેન્ટર ખાતે બદલી આપવામાં આવી છે.

આ સાથે જ, પીઆઈ જેડી ઝાલા (જી.પી.એ. કરાઈ) ની મોરબી ખાતે નિમણૂક કરવામાં આવી છે. તેમજ એન.એસ. ઘેટિયાને મહેસાણાથી મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. જે.એસ. ગામીતને રાજકોટ શહેરમાંથી મોરબી ખાતે નિમણૂક આપવામાં આવી છે.

આ બદલીના આદેશોને લઈને પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ પ્રશાસનિક બદલાવ જોવા મળ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW