રાજ્યના વન વિભાગમાં મોટા પાયે ફેરફાર કરતા સરકાર દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની વ્યાપક બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુલ ૩૬૫ RFO અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં મોરબી, હળવદ, ટંકારા અને માળિયા વિસ્તારના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
બદલાયેલા અધિકારીઓ તાત્કાલિક અસરથી નવા સ્થળે હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.




