સતાપર ગામની સીમમાં એસઓજીની મોટી કાર્યવાહી: એક્સપ્લોઝીવના જથ્થા સાથે આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમ વિસ્તારમાં એસ.ઓ.જી. ટીમ મોરબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રામાપીરની ટેકરી પાસે દરોડો પાડી એક ઇસમને ભારે માત્રામાં એક્સપ્લોઝીવ સામગ્રી સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ તેમજ મોરબી જિલ્લા પોલીસ અધીક્ષકના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધીક્ષક વાંકાનેર વિભાગ અને એસ.ઓ.જી. મોરબી ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે સતાપર ગામ નજીક અદેપર રોડ પર શક્તિધાર દળદળીયા હોકળા પાસે એક વ્યક્તિ ગેરકાયદે રીતે વિસ્ફોટક સામગ્રી રાખી સરકારી ખરાબામાં પથ્થરો કાઢવાની તૈયારીમાં હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરતા આરોપી રમેશભાઈ ગોરધનદાસ ખોજીરજી (ઉ.વ. 45, રહે. રાજકોટ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસે ગેરકાયદે એક્સપ્લોઝીવ સામગ્રી મળી આવી હતી.

ઝડપાયેલ મુદ્દામાલમાં સમાવેશ થાય છે:

SOLAR ECO PRIMEX SLURRY EXPLOSIVES ની 475 જીલેટીન સ્ટીક (રૂ. 1,05,450)

ઇલેક્ટ્રોનિક ડીટોનેટર (DTH વાયર) 75 નંગ (રૂ. 3,750)

TLD વાયર 88 નંગ (રૂ. 4,400)

મોબાઈલ ફોન (રૂ. 5,000)

બોલેરો ગાડી નં. GJ 03 BY 9933 (રૂ. 2,00,000)

આ રીતે કુલ રૂ. 3,18,750 નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 288, 110 તેમજ એક્સપ્લોઝીવ એક્ટ અને એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW