હળવદ : ચાલુ કારમાં દારૂની મહેફીલ માણતા આમ આદમી પાર્ટીના નેતાઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ :મયંક દેવમુરારી)
હળવદ: હળવદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હાઇવે રોડ ઉપર ચાલુ વાહનમાં દારૂની મહેફીલ માણતા આમ આદમી પાર્ટીના બે નેતાઓને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમને શંકાસ્પદ હાલતમાં એક કાર દેખાતા તપાસ હાથ ધરતા આરોપીઓ દારૂ પીતા ઝડપાયા હતા.

પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ મોટર વ્હિકલ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપીઓમાં (૧) હિતેશભાઈ મનસુખભાઈ વરમોરા, રહે. હળવદ રુદ્રપાર્ક-૧ (આમ આદમી પાર્ટીના ચરાડવા જિલ્લા પંચાયતના પ્રભારી) અને (૨) વિકાસકુમાર વિજયકુમાર, રહે. દિલ્હી (આમ આદમી પાર્ટી કાર્યકર તેમજ હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના પ્રભારી) નો સમાવેશ થાય છે.

પોલીસે તેમની પાસેથી કુલ અંદાજે રૂપિયા ૩,૨૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ઈંગ્લિશ દારૂની ૨ બોટલ (કિ.રૂ. ૨,૦૦૦), હ્યુન્ડાઈ i-10 કાર (રજી. નં. GJ-13-AH-2321, કિ.રૂ. ૩,૦૦,૦૦૦) અને ૩ મોબાઈલ ફોન (કિ.રૂ. ૨૦,૦૦૦) નો સમાવેશ થાય છે.

હળવદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW