માળિયા મી. : ધૈર્ય હોટલ ખાતે બનેલ થયેલ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો: 6 આરોપીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

માળીયા (મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ધૈર્ય હોટલ ખાતે બનેલા હત્યાના ગંભીર ગુનાનો ભેદ મોરબી એલ.સી.બી. તથા માળીયા (મીં) પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસ અધિક્ષક મોરબી ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શરીર સંબંધિત ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.ન. 0366/2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) મુજબનો ગુનો નોંધાયો હતો. આ બનાવ તા. 22/04/2026 ના રોજ રાત્રે લગભગ 1 વાગ્યે બન્યો હતો.

ગુનાની તપાસ દરમિયાન એલ.સી.બી. અને માળીયા (મીં) પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ઝડપભેર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે હત્યાનો ભેદ ટૂંકા સમયમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

પકડાયેલા આરોપીઓ:

1. મોહન ઉર્ફે શીવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા (રહે. મોરબી)

2. રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી (મૂળ કેશોદ, હાલ મોરબી)

3. પુથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા (રહે. મોરબી)

4. ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ (રહે. મોરબી)

5. કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ (રહે. મોરબી)

6. હીરાભાઈ રવજીભાઈ ઉલવા (રહે. મોરબી)

બનાવનું કારણ: આરોપી શીવમ રબારી હોથલ ફાઇનાન્સનો વ્યવસાય કરતા હતા અને મૃતકે તેમની પાસેથી પૈસા લીધા હતા. આ મામલે બંને વચ્ચે મનદુખ ચાલતું હતું. આ જ વેરઝેરના કારણે આરોપીઓએ મળીને હત્યાનો બનાવ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલ:

હત્યામાં ઉપયોગમાં લેવાયેલી ઇક્કો ગાડી (રજી. નં. GJ-36-B-3749)

મોરબી એલ.સી.બી. તથા માળીયા (મીં) પોલીસની આ ઝડપી કામગીરીથી ગંભીર ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી નાખ્યો છે

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW