Thursday, January 9, 2025

મોરબીના ભાગ નંબર- 235 ના બીએલઓની ઉત્કૃષ્ઠ કામગીરી

Advertisement

મોરબીના જિલ્લા સેવાસદન ચૂંટણી શાખા દ્વારા તાજેતરમાં તમામ મતદારોના આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની કામગીરી દરેક બુથ લેવલ ઑફિસરને સોંપવામાં આવેલ હતી મતદારો માટે આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું મરજીયાત હતું છતા 65 મોરબી વિધાનસભા મતવિસ્તારના ભાગ નંબર *235* ના બુથ લેવલ ઓફિસર હીનાબેન સદાતીયા મદદનીશ શિક્ષિકા કલ્યાણ(વજે) શાળાએ પોતાના વિસ્તારમાં સમાવિષ્ટ કુલ *1266* મતદારોમાંથી *1250* મતદારોના આધારકાર્ડ નંબર ચૂંટણીકાર્ડ સાથે લિંકિંગ કરાવેલ છે. ભારતના ચૂંટણીપંચના આ અભિયાનમાં બહોળા પ્રમાણમાં સાથ અને સહકાર આપવા બદલ ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ બીએલઓ હિનાબેન સદાતિયા અને મતદારોને ચૂંટણી શાખા વતી શુભેચ્છાઓ પાઠવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW