હળવદના સુસવાવ ગામે સ્મશાન પાસે‌થી મળેલ માસુમ બાળકના મૃતદેહનો હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

પીએસઆઇ એ.બી.મિશ્રાએ ગંભીર ગુનાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને દબોચી લીધો

હળવદ તાલુકાના સુસવાવ ગામના સ્મશાન નજીક મળેલ અજાણ્યા બાળકના મોતના બનાવમાં હળવદ પોલીસે ચોંકાવનારો ભેદ ઉકેલી આરોપી પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બનાવે સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલતા ફેલાવી છે.

મળતી માહિતી મુજબ, તા. ૦૨/૦૫/૨૦૨૬ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં અ.મોત નંબર ૪૧/૨૦૨૬ મુજબનો બનાવ નોંધાયો હતો. સુસવાવ ગામના સ્મશાન પાસેથી આશરે ૧ વર્ષના પુરૂષ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તરત જ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી, વાલીવારસ શોધવા માટે પ્રેસ અને મીડિયાની મદદ લીધી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે મળેલ માહિતી મુજબ રાયસંગપુર ગામની સીમમાં રહેતા એક વ્યક્તિ પર શંકા જતાં તપાસ આગળ વધારવામાં આવી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃત બાળકનો પિતા ભયલુ તેરસીંગ બામણીયા (રહે. ભુવેરો, તા. ધાનપુર, જી. દાહોદ) છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે બાળક નવશીક (ઉ.વ. આશરે ૮ માસ) તેનો જ દિકરો છે. આરોપી પોતાની પ્રેમિકા સાથે ભાગી જતાં પત્ની સાથે મતભેદ ઉભા થયા હતા. તે બાળકને સાથે રાખી મજૂરી કામ માટે રાયસંગપુર આવ્યો હતો, પરંતુ બાળક કશું ખાતું-પીતું ન હોવાથી તેણે બાળકને તેના મામાના ઘરે મૂકવા જવાનો બહાનો બનાવી સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી નદીના કાંઠે અરક્ષિત રીતે ત્યજી દીધો હતો.

આ ઘટનામાં બાળકના મોત નિપજતા હળવદ પોલીસે આરોપી પિતા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૦૫ અને ૯૩ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

પકડાયેલ આરોપી:
ભયલુ તેરસીંગ બામણીયા (રહે. ભુવેરો, તા. ધાનપુર, જી. દાહોદ)

ગુનાની વિગત:
હળવદ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૦૪૧૭/૨૦૨૬ (BNS કલમ ૧૦૫, ૯૩)

તપાસ ટીમ:
પી.આઈ. આર.ટી. વ્યાસ, પો.સબ.ઇન્સ એ.બી. મિશ્રા તથા હળવદ પોલીસ સ્ટાફ

નોંધનીય છે કે આરોપીનો ભૂતકાળ પણ શંકાસ્પદ છે, જેમાં તેણે પોતાની પત્ની સહિત અનેક મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લાવ્યાની વિગતો બહાર આવી છે.

હળવદ પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીથી એક ગંભીર બનાવનો ભેદ ઉકેલાયો

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW