મોરબી મહાનગરપાલિકાની કામગીરીની પ્રેસનોટથી ખળભળાટ વિરોધનુ રણશિંગું ફુંકાઈ તેવી શક્યતા?
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કયાં કયાં વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાને રોકવા અંગેની કામગીરી કરી તે સારી બાબત છે પરંતુ સોસાયટીના નામોની યાદીમાં જાતિવાદ શબ્દો પાલીકા ઉપર મુસીબતનો પહાડ ખડકે તેવા શબ્દોએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે કેમ કે જાતિવાદ શબ્દોનો ઉપયોગ અમુક લોકોની લાગણી દુભાય અને ઠેસ પહોંચાડે તેવા શબ્દોનો ઉપયોગ કરાતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે મહાનગરપાલિકાની કચેરી દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કામગીરીની પ્રેસનોટે હાલ તો ભારે ચર્ચા જગાવી છે અત્રે ઉલ્લેખનીય છેકે અમુક સમાજના અગ્રણી આગેવાનો આ પ્રેસનોટ વિરુદ્ધ કોઈ રણશિંગું ફુંકે તો નવાઈ નહીં કેમ કે અમુક શબ્દો જાતિ પ્રત્યે ઠેસ પહોંચાડે તેવા હોવાથી ખળભળાટ મચી ગયો છે ત્યારે આવનાર સમયમાં આ અંગે કોઈ સમાજ દ્વારા મહાનગરપાલિકા સામે વિરોધનો વંટોળ ઉભો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે




