કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયાની અનોખી પહેલ, છત્રી વિતરણ નાના વેપારીઓને ગરમીથી રાહત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી વોર્ડ નં. 9 માં “છત્રી સેવા”

મોરબી શહેરમાં હાલ પડી રહેલા આકરા ઉનાળાના તાપ વચ્ચે મોરબી મહાનગરપાલિકા વોર્ડ નં. 9 ના કોર્પોરેટર શ્રીમતી ભગવતીબેન કુંડારીયા દ્વારા અનોખી સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શહેરમાં રોડ ઉપર ફળ અને શાકભાજી વેચી જીવન નિર્વાહ કરતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

43 ડિગ્રી જેટલી ગરમીમાં આખો દિવસ તડકામાં ઉભા રહી ધંધો કરતા લારીવાળા વેપારીઓને આ છત્રીઓ થકી છાંયડો મળતા ખુશીની લાગણી જોવા મળી હતી. વોર્ડ નં. 9 ના મુખ્ય વિસ્તારોમાં જઈ વેપારીઓને ધંધાના સ્થળે જ છત્રી અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભગવતીબેન કુંડારીયાએ જણાવ્યું હતું કે, “આપણા નાના વેપારી ભાઈ-બહેનો કડકડતી ગરમીમાં પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે સતત મહેનત કરે છે. તેમની મહેનતને સલામ છે. આ નાની સેવા દ્વારા તેમને ગરમીથી થોડી રાહત મળે અને અમને સેવા કરવાનો અવસર મળે તે જ હેતુ છે.”

છત્રી પ્રાપ્ત કરનાર વેપારીઓએ પણ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજે પહેલીવાર લાગ્યું કે કોઈ અમારી પણ ચિંતા કરે છે. હવે છાંયે બેસીને ધંધો કરીશું તો થાક પણ ઓછો લાગશે.”

વોર્ડ નં. 9 માં યોજાયેલી આ “છત્રી સેવા” લોકોને માનવસેવાના ઉત્તમ ઉદાહરણ રૂપ બની હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW