વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી : વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ ૧.૬૫ કરોડ નો મુદામાલ જપ્ત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી. પટેલની સરાહનીય કામગીરી, ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી કરોડોનો મુદ્દામાલ કર્યો કબ્જે.

રાજકોટ રેન્ઝ આઇજી નિર્લિપ્ત રાય ના આદેશ છૂટતા ની સાથે ખનીન માફીઓ ઉપર પોલીસે ધોસ બોલાવી
વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની ઝમુરી સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરતા ખનીજ માફિયાઓ સામે મોરબી એસપી મુકેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પોલીસે ખાણ-ખનીજ વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી કરી કુલ રૂ.1.65 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી એક JCB મશીન અને પાંચ ડમ્પર ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી રાજકોટ રેન્જ આઈજીપી નિર્લિપ્ત રાય, મોરબી એસપી એમ.એન. પટેલ અને ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

વિનયગઢના હરેશભાઈ જગાભાઈ ડોડા સામે ગેરકાયદેસર ખનીજ ખનન મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા સ્થળની માપણી, તપાસ અને દંડની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW