હળવદ પોલીસ સ્ટેશનમાં તા.૦૮/૧૧/૨૦૨૫ નાં રોજ હળવદ મામલતદાર દ્રારા સરકાર તરફે નાઓ દ્રારા અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુધ્ધ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકાર
ની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકડૅ ખોટુ બનાવી પોતાના નામે કરાવી લીધેલ હોવાનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હોય જેથી
હળવદ તાલુકાની સરકારી જમીનના રેવન્યુ રેકોર્ડમાં ખોટા દસ્તાવેજો બનાવી પોતાના નામે જમીન કરાવવાના કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે હળવદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી કરી અભેપર ગામના બીજલ અમરશીભાઈ ઝેઝરીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે આરોપી વિરુદ્ધ IPC કલમ 409, 465, 467, 468, 471, 472, 120(B) અને 34 મુજબ ગુનો નોંધાયેલ છે.




