ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરી પંચાસીયા ગામના અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયા (ઉ.વ. ૧૯)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે સઘન પૂછપરછ કરતા રાજકોટ શહેરમાંથી ચોરાયેલી અલગ અલગ પાંચ મોટરસાયકલનો ભેદ ઉકેલી કુલ રૂ. ૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




