રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીએ જિલ્લામાં કાયદો અને વ્યસ્થાની પરીસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા સારૂ ગે.કા.પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા માટે ડી.એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને જરૂરી સુચના માર્ગદર્શન આપતા તેમના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. કે.જે ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા એલ.સી.બી ., પેરોલ ફર્લો સ્કોડ , કામગીરી કરવા પ્રયત્નશીલ હતા . તે દરમ્યાન HC . નિરવભાઇ મકવાણા , PC ભગીરથસિંહ ઝાલા , સંજયભાઇ રાઠોડને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી ભીમસર ચોકડી , ઉમાટાઉનશીપ રોડ ઉપરથી એક ઈસમ જાવલો ઉમરભાઇ મતવા રહે . સીપાઇવાસ મસ્જીદની બાજુમાં , મોરબી , વાળા પાસેથી ગે.કા. દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ -૦૧ તથા જીવતો કાર્ટીસ- ૦૧ સાથે પકડી પાડી મોરબી સિટી બી ડીવી પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે .
પકડાયેલ ઈસમનુ નામ સરનામુઃ જાવેદ ઉર્ફે જાવલો ઉમરભાઇ કુરેશી મતવા ઉવ -૩૦ ધંધો – મજુરી રહે.મોરબી સીપાઇવાસ મસ્જીદની બાજુમાં
પકડાયેલ મુદામાલઃ દેશી હાથબનાવટની લોખંડની મેજીન વાળી પીસ્તોલ -૧ કિ.રૂ .૧૦,૦૦૦ / – તથા જીવતો કાર્ટીસ -૦૧ કિ.રૂ .૧૦૦ / – મળી કુલ કિ.રૂ .૧૦,૧૦૦ / – નો મુદામાલ કબજે કરેલ છે .
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ . તથા , કે.જે . ચૌહાણ , , એન એચ.ચુડાસમા , એ.ડી. જાડેજા પોલીસ સબ ઇન્સપેકટર એલ.સી.બી.મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ કામગીરીમાં જોડાયેલ હતા .
રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી