રાજકોટ,મોરબી કચ્છ અને હાલો ભાવનગર ખાતે ફરજ બજાવી રહ્યા છે
મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના મેઘપર દેરાળા ગામના વતની પીઆઈ રાધિકાબેન રામાનુજનો આજે જન્મદિવસ છે. હાલ ભાવનગર ખાતે ફરજ બજાવી રહેલા પીઆઈ રાધિકાબેન રામાનુજે કોરોનાકાળ દરમિયાન મોરબી જિલ્લામાં ઉત્તમ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી લોકોની સેવા કરી હતી. તેમની કામગીરીને લોકો દ્વારા ખુબ પ્રશંસા મળી હતી.
કર્તવ્યનિષ્ઠા, શિસ્ત અને જનસેવાના ભાવ સાથે ફરજ બજાવતા પીઆઈ રાધિકાબેન રામાનુજ આજે અનેક યુવતીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
મોરબી ગૌરવ સમાચાર પરિવાર તરફથી પીઆઈ રાધિકાબેન રામાનુજને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે તથા તેઓ ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને કારકિર્દીમાં સતત પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવે છે.




