મોરબીમાં ‘ગ્રીન ડ્રગ્સ’નો કાળો કારોબાર! ઘર આગળના વાડામાં ગાંજાની ખેતી ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ઘર આગળના વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનાર એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે પ્રભુભાઇ રઘુભાઇ મકવાણા રહે. વિધ્યુતનગર પાછળ ભારતનગર મફતીયા પરા, મોરબી-૨ વાળા પોતાના રહેણાંક મકાન સામે આવેલા કબ્જા ભોગવટાવાળા વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી રહ્યા છે.

બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપીના કબ્જામાંથી નાના-મોટા ગાંજાના છોડ તેમજ તૈયાર ગાંજાનો કુલ ૪ કિલો ૩૭૬ ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. ૨,૧૮,૮૦૦ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવ અંગે પોલીસે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦(એ)(બી) મુજબ કાર્યવાહી કરી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW