મોરબી: વોર્ડ નંબર ૯ના કોર્પોરેટરો દ્વારા વિવિધ સોસાયટીઓની મુલાકાત, વિકાસ કામો અને પ્રશ્નોને લઈ ચર્ચા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૯ના કોર્પોરેટરશ્રીઓ દ્વારા આજે વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓની રૂબરૂ મુલાકાત લઈને સ્થાનિક રહેવાસીઓ તથા સોસાયટીના પ્રમુખો સાથે વિકાસના કામો અને પડતર પ્રશ્નોને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન અવધ-4, ધર્મવિજય, શ્રી કુંજ-2, સરદારનગર-1 અને 2 તેમજ વિજયનગર સોસાયટીના પ્રમુખો અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં વિસ્તારના રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્ટ્રીટલાઈટ, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે રહેવાસીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા.

કોર્પોરેટરશ્રીઓએ સ્થાનિકોના પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળી યોગ્ય નિરાકરણ લાવવા માટે મહાનગરપાલિકા સ્તરે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે આગામી સમયમાં વિસ્તારના વિકાસ માટે વિવિધ કામોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી હતી.

સ્થાનિક રહેવાસીઓએ કોર્પોરેટરશ્રીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લઈ પ્રશ્નોની માહિતી મેળવવાના પ્રયાસોને આવકાર્યા હતા અને વિકાસલક્ષી કામગીરી માટે આશા વ્યક્ત કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW