મોરબીના યુવા મેયર ઉત્તમ સુરાણીએ લીધી ‘નંદીધર ગૌશાળા’ મુલાકાત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

ગૌવંશની સેવા અને જીવદયાના કાર્યોને પ્રોત્સાહન આપવા કામગીરીનું કર્યું ઝીણવટભર્યું નિરીક્ષણ

મોરબી મહાનગરપાલિકાના નવનિયુક્ત યુવા મેયર ઉત્તમ સુરાણીએ આજે મોરબી સ્થિત પ્રખ્યાત ‘નંદીધર ગૌશાળા’ની સદ્ભાવના મુલાકાત લઈને ગૌશાળાની વિવિધ કામગીરીનું ઉંડાણપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. પદભાર સંભાળ્યા બાદથી શહેરના વિકાસ સાથે જીવદયાના કાર્યોને પણ પ્રાથમિકતા આપતા મેયરનો આ માનવતાભર્યો અભિગમ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મુલાકાત દરમિયાન મેયર ઉત્તમ સુરાણીએ ગૌશાળામાં રહેલા ગૌવંશ માટે બનાવાયેલા શેડ, લીલા અને સૂકા ઘાસચારાની ઉપલબ્ધતા, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ માંદી અને અશક્ત ગાયોની સારવાર માટેની તબીબી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ગૌશાળાના સંચાલકો દ્વારા ગૌસેવા માટે કરવામાં આવતી દૈનિક કામગીરી, સેવાભાવી પ્રવૃત્તિઓ અને સંચાલનમાં આવતા પડકારો અંગે પણ મેયરએ ગંભીરતાપૂર્વક ચર્ચા કરી હતી.

ગૌશાળાની સ્વચ્છતા, ગૌવંશ માટેની અનુકૂળ વ્યવસ્થા અને સેવાભાવી ટીમની કામગીરીની મેયરશ્રીએ પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે ગૌશાળામાં રહેલા ગૌવંશની સ્થિતિ નિહાળી ગાયોની સેવા કરતા સેવકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે,
“ભારતીય સંસ્કૃતિમાં ગાયનું સ્થાન અત્યંત પવિત્ર અને સર્વોપરી માનવામાં આવે છે. નંદીધર ગૌશાળા દ્વારા ગૌવંશની જે નિઃસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે તે ખરેખર વંદનીય છે. મહાનગરપાલિકા તરફથી જીવદયાના આવા ઉત્તમ કાર્યોને વધુ વેગ મળે અને ગૌશાળાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવી શકાય તે માટે શક્ય તમામ સહયોગ આપવામાં આવશે.”

મેયરની આ મુલાકાતથી ગૌશાળાના સંચાલકો અને સેવાભાવી કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. શહેરમાં જીવદયા અને ગૌસેવાના કાર્યોને પ્રોત્સાહન આપવા મહાનગરપાલિકા સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહી હોવાનું પણ આ મુલાકાત પરથી સ્પષ્ટ બન્યું છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW