વાંકાનેરમાં પઠાણી ઉઘરાણીનો ભાંડો ફૂટ્યો, ત્રણ શખ્સ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકા પોલીસે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદ મુજબ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વ્યક્તિએ મજૂરોના વેતન અને ભાઈની સારવાર માટે આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા. મુદલ અને વ્યાજની રકમ ચૂકવી દીધા છતાં આરોપીઓએ બળજબરીથી રૂપિયા, મોટરસાયકલ અને સોનાના દાગીના પડાવી લીધા હોવાનો આક્ષેપ છે.

પોલીસે ગુનો નોંધી અજયભાઈ અબાણીયા, બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ ગીંગોરા અને હિતેશભાઈ કકાસણીયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી ફરિયાદીનું મોટરસાયકલ અને એક સ્વિફ્ટ કાર કબજે લેવામાં આવી છે. અન્ય ગીરવે મુકાયેલા સોનાના દાગીના અને મુદામાલની શોધખોળ માટે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW