વરિયા પ્રજાપતિ સમાજ આયોજિત ભાગવત સપ્તાહમાં રાજ્યમંત્રી, મેયર સહિતના અગ્રણીઓએ હાજરી આપી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મંત્રી કાંતિલાલ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલ જારીયા, ઉપપ્રમુખ કાજલ ચંડીભમર સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વરિયા માતાજી મંદિરના નવનિર્માણ લાભાર્થે ગત તારીખ 8થી ભાગવત સત્તાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ તથા શાસક પક્ષના નેતા અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા તેમજ વૉર્ડ નંબર 5ના સ્થાનિક કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લ્હાવો લીધો હતો.

કથાના આયોજન અંગે વરિયા પ્રજાપતિ સમાજના રાજેશભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે વરીયા પ્રજાપતિ સમાજ દ્વારા ગત તારીખ 8થી ભાગવત સપ્તાહનું સર્વપિતૃ મોક્ષાર્થે આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન જે કાંઈ દાન આવશે તે વરિયા માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે વપરાશે. કથા દરમ્યાન દરરોજ બપોરે મહેમાનો, જ્ઞાતિજનો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો આશરે 500 થી 600 લોકો લાભ લે છે. આવતીકાલ તારીખ 13 જુને સાંજે વરિયા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેશભાઈ રાવળ માતાજીના ગુણગાન ગાશે. માતાજીના માંડવામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત ગામોગામથી જ્ઞાતિજનો પધારશે અને રવિવારે બપોરે સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિનો મહાપ્રસાદ યોજાશે. કથા દરમિયાન રામજન્મ, કૃષ્ણજન્મ, વામન અવતાર, ગોવર્ધન પર્વત, રાસલીલા વગેરે ઉત્સવ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યા છે અને દરેક લોકોનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે.

આ અવસરે મનસુખભાઇ ઉભડિયાએ જણાવ્યું હતું કે આ વરિયા માતાજીનું મંદિર 1975માં જ્ઞાતિજનોના સહકારથી બનેલ. સમય સંજોગો અનુસાર મંદિરનો જીર્ણોદ્ધાર કરવો પડે તેમ હોય ત્યારે સમાજસેવકો તરફથી અનુદાન મળેલ છે જે નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું સમસ્ત જ્ઞાતિજનો દ્વારા આયોજન કરાયું છે. વધુમાં આ મંદિરનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન પણ કરાયું છે.

એડવોકેટ ગૌતમ વરિયા એ જણાવ્યું હતું કે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ, ઠાકર ગૃહ મંડળ, મહિલા મંડળ સો ઓરડી દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે તમામ ઉત્સવો હર્ષભેર ઉજવાઈ રહ્યા છે અને દરેકનો ખૂબ સારો સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે.

આજે તારીજ 12 જૂનના રોજ કથા દરમિયાન વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી નિર્મલભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, દંડક જયેશભાઈ દેસાઈ તથા શાસક પક્ષના નેતા અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા તેમજ વૉર્ડ નંબર 5ના સ્થાનિક કોર્પોરેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમનું કથાના આયોજકો દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW