નાની વાવડી ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 યોજાયો, મેયર ઉત્તમભાઈ સુરાણી રહ્યા ઉપસ્થિત

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના નાની વાવડી ગામે જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત મોરબી તથા સમગ્ર શિક્ષા મોરબીના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડ્સુબિયા, કોર્પોરેટરઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. સાથે જ વાલીઓએ પણ પોતાના બાળકોના શિક્ષણના નવા પ્રારંભને લઈને આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપી બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. દરેક બાળક શિક્ષણ સાથે જોડાય અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ.”

‘ઉત્સવ બાળકોના સર્વાંગી વિકાસનો’ સૂત્રને સાર્થક કરતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવોમાં નવી આશા, ઉત્સાહ અને આનંદનો સંચાર કરીને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW