માળીયા મિયાણા પોલીસે વાહનચોરીના બે ગુનાઓ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના માળીયા મિયાણા પોલીસ સ્ટેશન દ્વારા વાહનચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાજરડા ગામ તરફ જતા રસ્તા પર એક શંકાસ્પદ ઇસમ હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે ઝડપાયો હતો.

પૂછપરછ દરમિયાન આરોપી અસગરભાઈ રમજાનભાઈ મોવર (ઉ.વ. 26, રહે. કાજરડા, તા. માળીયા મિયાણા) એ હળવદ અને મોરબી તાલુકા વિસ્તારમાંથી એક હોન્ડા સાઇન મોટરસાયકલ તથા એક હોન્ડા એક્ટિવા ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

પોલીસે કુલ રૂ. 40 હજારની કિંમતના બે વાહનો કબ્જે કર્યા છે. આરોપી અગાઉ પણ લૂંટ, ચોરી અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી માળીયા મિયાણા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW