ખીમરાણા નજીક રૂપારેલ નદીમાં રેતી ચોરીનો પર્દાફાશ, ₹1.02 કરોડનો મુદ્દામાલ ઝડપી લેતી રાજકોટ રેન્જ ટીમ

Advertisement
Advertisement
Advertisement

જામનગર જિલ્લાના પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ખીમરાણા ગામની સીમમાં રૂપારેલ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન અને ચોરી કરતા તત્વો સામે રાજકોટ રેન્જ ટીમે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડી 4 જેસીબી અને 6 ટ્રેક્ટર-ટ્રોલી સહિત કુલ અંદાજે ₹1.02 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS)ના માર્ગદર્શન હેઠળ પીઆઈ અપૂર્વ પટેલ તથા ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી અનેક વાહનો સાથે સંકળાયેલા ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગ અને પંચકોષી-એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા છે. કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW