મોટા આસોટા ગામે કરોડોનું બોક્સાઈટ ખનન ઝડપાયું, દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ની મોટી કાર્યવાહી

Advertisement
Advertisement
Advertisement

દેવભૂમિ દ્વારકા: રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.એ કલ્યાણપુર તાલુકામાં ગેરકાયદેસર બોક્સાઈટ ખનન ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા સહિતની અલગ-અલગ ટીમો પેટ્રોલિંગ અને વોચમાં હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કિશોરભાઈ નંદાણીયા, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર અને ખીમાણંદભાઈ આંબલીયાને બાતમી મળી હતી કે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામની જીવાયુ સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોક્સાઈટનું ખોદકામ થઈ રહ્યું છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં વજસી સવદાસભાઈ લગારીયા તથા સવદાસભાઈ કેશુભાઈ લગારીયાની કબજા-ભોગવટાની જમીનમાંથી મોટા પ્રમાણમાં બોક્સાઈટનું ગેરકાયદેસર ખનન કરાયેલ હોવાનું તેમજ બોક્સાઈટનો જથ્થો મળી આવ્યો હતો.

આ સમગ્ર મામલે એલ.સી.બી.ના એ.એસ.આઈ. કિશોરભાઈ નંદાણીયાએ ખાણ અને ખનીજ વિભાગ મારફતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવભૂમિ દ્વારકા ખાણ-ખનીજ વિભાગને રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો છે. હવે વિભાગ દ્વારા નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. કિશોરભાઈ નંદાણીયા, દીપકભાઈ રાવલિયા, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, ખીમાણંદભાઈ આંબલીયા, ગોવિંદભાઈ કરમુર તથા પોલીસ કોન્સ્ટેબલ સચિનભાઈ નકુમનો સમાવેશ થાય છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW