દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા હરિપર ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો: ૧૫૦ થી વધુ ગ્રામજનોએ લીધો લાભ

Advertisement
Advertisement
Advertisement

આરોગ્ય અને સામાજિક સેવા ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતા ‘દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલફેર ફાઉન્ડેશન’ (દેવ સોલ્ટ) દ્વારા માળિયા તાલુકાના હરિપર ગામે એક નિઃશુલ્ક તબીબી નિદાન અને સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA), મોરબીના વિશેષ સહયોગથી આયોજિત આ કેમ્પમાં મોરબીની વિવિધ હોસ્પિટલોના છ નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી.
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના લોકોને ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો હતો. જેમાં હરિપર અને આસપાસના વિસ્તારના ૧૫૦થી વધુ દર્દીઓએ આવીને નિઃશુલ્ક આરોગ્ય તપાસ તેમજ તબીબી પરામર્શનો લાભ લીધો હતો. આ ઉપરાંત, તમામ જરૂરિયાતમંદ દર્દીઓને ફાઉન્ડેશન તરફથી જરૂરી દવાઓ પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી.

કેમ્પમાં દર્દીઓની તપાસ માટે મોરબીના જાણીતા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હાજર રહ્યા હતા, જેમાં:
ડૉ. દિપ ભાડજા (મગજ, માનસિક રોગો અને વ્યસનમુક્તિ નિષ્ણાત) ડૉ. કલ્પેશ રંગપરીયા (ત્વચા હોસ્પિટલ,ચામડીના રોગોના નિષ્ણાત) ડૉ. આનંદ ભટ્ટાસણા (આનંદ હોસ્પિટલ,કાન-નાક-ગળાના (ENT) રોગોના નિષ્ણાત) ડૉ. વિમલ દેત્રોજા (લેપ્રોકેર હોસ્પિટલ, જનરલ સર્જન અને પેટના રોગોના નિષ્ણાત) ડૉ. અતુલ ભોરણિયા (શ્રીજી હોસ્પિટલ, ફિઝિશિયન અને ક્રિટિકલ કેર નિષ્ણાત) ડૉ. હિતેશ ડાભી (બેબીકેર હોસ્પિટલ, બાળરોગ નિષ્ણાત).

આ આરોગ્ય કેમ્પના પ્રસંગે કંપનીના જનરલ મેનેજર ટોમી એન્ટોની સહિત આબેદીન જેડા, ડૉ. દિવ્યમ ધોકિયા, રમજાન જેડા, તાજુભાઈ તેમજ કંપનીના અન્ય પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહીને વ્યવસ્થા સંભાળી હતી. આ સાથે જ હરિપર ગામના સરપંચ જેસાભાઈ તથા દેવાભાઈ અને ગન્નીભાઈએ કેમ્પના સફળ આયોજન અને સંચાલનમાં સ્થાનિક સ્તરે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

આ પહેલ ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓની સુલભતા વધારવા માટે ફાઉન્ડેશનની અવિરત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. દેવ ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજમેન્ટે આ કેમ્પને સફળ બનાવવા બદલ સેવા આપનાર તમામ તબીબો, સ્થાનિક આયોજકો અને ગ્રામના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો..

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW