ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ટીમ અભયમ મોરબી
મોરબીમાં ભુલા પડેલા પરપ્રાંતીય વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.
તારીખ:-૦૧/૦૭/૨૦૨૬ નાં રોજ રાત્રિના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણ્યા વૃદ્ધા મોરબી ઘુટુ ગામે એક શેરીમા રસ્તામાં છેલ્લા કેટલાક કલાકથી એકલા બેઠા છે વૃદ્ધા શું બોલે છે કાંઈ સમજાતું નથી અને સરખું સરનામું પણ આપતા નથી વૃદ્ધા ગભરાયેલી હાલતમાં છે અને ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની જરૂર છે.
જેના પગલે ૧૮૧ ટીમના ફરજ પરના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તેમજ પાયલોટ વિરમભાઇ જીડ ઘટના સ્થળે વૃદ્ધાની મદદ માટે પહોંચ્યા હતા વૃદ્ધાને ત્યાંના લોકોએ સુરક્ષિત રીતે બેસાડેલા હતાં અને જમાડેલા હતાં સૌપ્રથમ સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.
ત્યારબાદ વૃદ્ધાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન વૃદ્ધાએ જણાવ્યું કે મારું વતન હાલ એમ.પી.છે પરંતુ મારો દિકરો અને દિકરાની વહુ મોરબીમાં એક કંપનીમાં મજુરી કામ કરે છે છેલ્લા એક મહિનાથી હું મારા દિકરા અને વહું સહિત નાં પરિવાર સાથે મોરબીમાં રહું છું મને મોરબી રહેવું ફાવતું નાં હોય અને મારાં ઘરની એમ.પી.ની યાદ આવતી હોય માટે મારો દિકરો અને દિકરાની વહુ સવારના સમયે મજુરી કામ કરવા ગયેલા હોય ત્યારે હું ઘરે એકલી હોય મારે મારા ઘરે એમ.પી.મા જવું હોય માટે હું મોરબી રેલ્વેસ્ટેશન જવા માટે ચાલતા ચાલતા ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર મારી મરજીથી વહેલી સવારે ઘરેથી નીકળી ગઈ છું પરંતુ રેલ્વેસ્ટેશન નો રસ્તો ભુલી જતાં એક અજાણ્યા ગામમાં આવી ગઈ છું.
ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ ૧૮૧ ટીમ દ્વારા વૃદ્ધાના પરિવાર જનોનો કોન્ટેક્ટ નંબર મેળવેલ અને વૃદ્ધાના દિકરા અને વહું સાથે વાતચીત કરી અને આધાર પુરાવા માંગેલ આધાર પુરાવા યોગ્ય લાગતા વૃદ્ધાના દિકરાના ઘરે ગયેલ વૃદ્ધાના દિકરા અને વહું એ જણાવેલ હોય કે વૃદ્ધાને મોરબીમાં રહેવું ફાવતું નાં હોય અને એમ.પી.મા પરિવાર નું કોઈ સભ્ય રહેતું નાં હોય વૃદ્ધાના બધો જ પરિવાર મોરબીમાં રહેતો હોય અને વૃદ્ધાને મોરબીમાં રહેવું ફાવતું ના હોય માટે વૃદ્ધા એમ.પી.જવા માટે વારંવાર અમારી જાણ બહાર ઘરેથી કહ્યા વગર નીકળી જાય છે અમારી બહાર છેલ્લા નવ કલાકથી ઘરેથી નીકળી ગયેલ વૃદ્ધાને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની માતા મળેલ નહીં.
ત્યારબાદ વૃદ્ધા અને તેમના પરિવાર જનોને સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ વૃદ્ધાના દિકરા અને વહું ને વૃદ્ધાનું ધ્યાન રાખવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ.
આમ વૃદ્ધાએ ઘરની બહાર ક્યારેય પણ ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના દિકરા અને વહું સાથે રહેવા જણાવેલ વૃદ્ધાને સહી સલામત તેમના પરિવારના ઘરે સોંપવામાં આવેલ હોય વૃદ્ધા અને તેમના દિકરા અને વહું તેમની માતા ને સહિ સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો


