મોરબી તાલુકા પોલીસને મોટી સફળતા, મોબાઇલ ટાવરના અંજના કાર્ડ ચોરીનો ભેદ ઉકેલાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોબાઇલ ટાવરમાંથી અંજના કાર્ડ (રીમોટ રેડિયો યુનિટ) ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની બાતમીના આધારે પોલીસે મોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા તરફ જતા રસ્તા પરથી આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે ₹83,613 કિંમતના બે અંજના કાર્ડ અને ગુનામાં વપરાયેલી ₹1.50 લાખ કિંમતની ઇકો કાર સહિત કુલ ₹2,33,613નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW