મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીનું વોર્ડ નં. ૫માં સ્થળ નિરીક્ષણ, મોન્સૂન કામગીરી ઝડપી બનાવવા તંત્રને કડક સૂચના

Advertisement
Advertisement
Advertisement

મોરબી, તા. ૭ જુલાઈ: ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મોન્સૂન પૂર્વે અને મોન્સૂન દરમિયાનની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીએ વોર્ડ નં. ૫માં આવેલા ગાંધી રોડ તથા ગાંધી સોસાયટી નજીકના વિસ્તારની આકસ્મિક મુલાકાત લઈને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

મેયરે ગાંધી સોસાયટી પાસે આવેલા નાળાની સ્થિતિ તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ઉપરાંત વિસ્તારમાં આવેલી આંગણવાડીની સુવિધાઓ અને આસપાસની સ્વચ્છતા અંગે પણ સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પ્રસંગે મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, “ચોમાસા દરમિયાન શહેરીજનોને પાણી ભરાવાની કે અન્ય કોઈપણ પ્રાથમિક સુવિધાઓની સમસ્યા ન સર્જાય તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. તમામ મોન્સૂન કામગીરી ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.”

સ્થળ નિરીક્ષણ દરમિયાન મેયરે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને પ્રી-મોન્સૂન અને મોન્સૂન સંબંધિત તમામ કામગીરીમાં વધુ ઝડપ લાવવા તેમજ નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનાઓ આપી હતી. સાથે જ વિસ્તારની અન્ય પ્રાથમિક સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

આ નિરીક્ષણ દરમિયાન મેયર સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સંબંધિત વોર્ડના કોર્પોરેટરો, મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW