આ નિર્ણય અનુસાર રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી રચાયેલી કુલ 9 મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવાશે…
મુખ્યમંત્રીશ્રીએ નવી મહાનગરપાલિકાઓને નાગરિક સુખાકારી માટે જે 11 મહત્ત્વના જાહેર પ્રોજેક્ટ્સ માટે વિનામૂલ્યે જમીન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે તેમાં નગર સેવા સદન (કચેરી મકાન), ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન, વૉટર સપ્લાય પ્રોજેક્ટ (પાણી પુરવઠાના કામો), સૉલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, સ્ટોર્મ વૉટર ડ્રેનેજની કામગીરી (વરસાદી પાણીના નિકાલ માટે), બાલવાડી (આંગણવાડી) તેમજ ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટરનો સમાવેશ…


