લજાઈ PHC હેઠળ જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી સઘન ઝુંબેશ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલીયાના માર્ગદર્શન અને સૂચના હેઠળ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના મેડિકલ ઓફિસર ડો. મૌલીક પટેલના માર્ગદર્શન તથા સુરેશચંદ્ર સી. બોપલીયા (MPHS)ના સુપરવિઝન હેઠળ જુલાઈ માસને ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવી લજાઈ PHC હેઠળના તમામ ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહકજન્ય રોગ નિયંત્રણની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઝુંબેશ દરમિયાન ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓએ ઘરે-ઘરે જઈ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના સંભવિત કેસોની શોધખોળ કરી જરૂરી લોહીના નમૂનાઓ એકત્ર કર્યા હતા. સાથે જ મચ્છરોના પ્રજનન સ્થળોની તપાસ કરીને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ નકામા પાણીના પાત્રો ખાલી કરાવવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા લોકોને પક્ષી કુંડ નિયમિત સાફ રાખવા, પીવાના તથા ઘરવપરાશના પાણીના પાત્રો હંમેશા ઢાંકીને રાખવા તેમજ ઘર અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા અંગે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત ખુલ્લા પાણીના પાત્રોમાં ટેમીફોસ દ્વારા જૈવિક નિયંત્રણની કામગીરી પણ કરવામાં આવી હતી.

જનજાગૃતિ માટે શાળાઓમાં આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો, રેલીઓ અને માહિતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લજાઈ PHC હેઠળના તમામ ગામોમાં કોમ્યુનિટી મીટિંગ, શિબિરો, જૂથ ચર્ચાઓ યોજવામાં આવી હતી તેમજ વિવિધ વોટ્સએપ ગ્રુપ મારફતે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ અને બચાવ અંગે જાગૃતિના સંદેશાઓ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગે નાગરિકોને સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અને તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW