મોરબીમાં જીકીયારી કોઝવે પરથી પૂરના પાણી ઓસરતા તંત્ર દ્વારા ચકાસણી બાદ વાહનવ્યવહાર પુનઃ પૂર્વવત શરૂ કરાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં વરસાદનું જોર ઘટતાં અને ઘોડાધ્રોઈ ડેમમાંથી પાણીની આવક નિયંત્રિત થતાં જીકીયાળી ગામ પાસે આવેલા કોઝવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઓસર્યા છે, વહીવટી તંત્ર દ્વારા સ્થળની ભૌતિક ચકાસણી કરીને આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

પાણીનો પ્રવાહ ઘટતા જ તંત્ર દ્વારા રસ્તાની સુરક્ષા અને વાહનચાલકોની સલામતીની ખાતરી કર્યા બાદ વાહનોની અવરજવર પૂર્વવત શરૂ કરવામાં આવી છે. આ માર્ગ પુનઃ કાર્યરત થતાં જીકીયારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક સુગમ બન્યો છે, જેનાથી સ્થાનિકોને રાહત મળી છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓને જ અનુસરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW