હળવદના ઢવાણા ગામે કોઝ-વે પર પાણી ફરી વળતાં માર્ગ વાહનવ્યવહાર માટે બંધ; જોખમી સાહસ ન કરવા તંત્રની અપીલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં હળવદ તાલુકા સહિત સાર્વત્રિક વરસાદના કારણે સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીરની આવક થતાં માર્ગ સલામતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.વરસાદી પાણીના સતત પ્રવાહને લીધે હળવદ તાલુકાના ઢવાણા ગામે આવેલા કોઝ-વે પરથી પાણી ઓવરટોપિંગ થતાં નાગરિકો અને વાહનચાલકોની સુરક્ષા અર્થે આ રસ્તો વાહનવ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર જરૂરી સાવચેતી રાખવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનો તથા વાહનચાલકોને વહેતા પાણીમાં વાહન નાખવાનું કે પગપાળા રસ્તો ઓળંગવાનું જોખમી સાહસ ન કરવા અને અન્ય વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી તંત્રને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW