મોરબી પાનેલી ગામની સીમમાં ધમધમતો જુગાર ઝડપાયો ૧૪ પત્તાપ્રેમીઓ ૪.૭૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

સાતમ આઠમ નજીક આવતા જ જુગારીયાઓ પટમાં જુગારીઓની જામેલી બાજી વિખેરવા પોલીસ બની સજ્જ

મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી વાડીની ઓરડીમાંથી તીનપત્તીનો જુગાર રમતા કુલ 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.2,40,600 રોકડા, 17 મોબાઈલ સહિત કુલ રૂ.4,70,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા, લખમણભાઈ મેરાભાઈ બતાડા, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જયેશભાઈ લાલજીભાઈ ચાવડા, રમેશભાઈ ભગવાનજીભાઈ ચાવડા, જગદીશભાઈ ગંગારામભાઈ ચાવડા, રમેશભાઈ મડીયાભાઈ બારીયા, પ્રવીણભાઈ તેજાભાઈ ચાવડા, મયાભાઈ હીરાભાઈ પાંચિયા, સવજીભાઈ મેપાભાઈ ફીચડીયા, ભુરાભાઈ જામાભાઈ બતાડા, કાનજીભાઈ શીવાભાઈ ચાવડા, રણજીતભાઈ નારણભાઈ ગમારા અને કાંતિલાલ સવજીભાઈ ચાવડાનો સમાવેશ થાય છે.

તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW