ગાળાના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હરતા ફરતા શેરડીના રસ વેચતા ચાલકને પાછળથી ઠોકર મારતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત
મોરબી માળીયા હાઈવે પર ગાળાના પાટીયા પાસે શેરડીના હરતા ફરતા ચિચોડાને લઈને જતા ફેરીયાને કોઈ અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી ઠોકરે ચડાવતા બાઈકમાં શેરડીના ચિચોડા સાથે ગુજરાન ચલાવતા યુવાનનુ ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ જ્યારે અજાણ્યા ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છુટ્યો હોવાનુ જાણવા મળ્યું છે