મોરબી તાલુકાના ભડીયાદ ગામે રફાડિયા રોડ પર આધ્યાશક્તિ પેપર મિલ નજીક તા. 17 ઓગસ્ટે હત્યાનો બનાવ બન્યો હતો. બહેનની ડિલિવરી અંગેના રૂપિયા મામલે થયેલી માથાકૂટ દરમિયાન આરોપીએ મરણજનારને માથામાં લોખંડના હથોડા વડે ઘા મારતા તેમનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનિકલ માધ્યમ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ભાણવડ તાલુકાના ચોંખડા ગામની સીમમાંથી આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારા, મૂળ રહે. પાડલવા, કાચલા ફળિયું, તા. રાણપુર, જી. ઝાંબુવા (મ.પ્ર.),ને ઝડપી પાડ્યો છે.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનાની આગળની તપાસ હાથ ધરી છે.


