જોડિયાના બાદનપર ગામે જુગારધામ પર રાજકોટ રેન્જ ટીમનો દરોડો

Advertisement
Advertisement
Advertisement

જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાદનપર ગામની કોબાની સીમમાં આવેલી વાડીની ઓરડીમાં રાજકોટ રેન્જ ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1,52,300, 5 મોટરસાયકલ અને 9 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.5,02,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ 9 આરોપીઓ સામે જોડીયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટ રેન્જના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW