હળવદ પોલીસની જુગાર વિરોધી કાર્યવાહી : ૬ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હળવદ તાલુકામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા કુલ ૬ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ, ભુજ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ હળવદ પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જેના અનુસંધાને હળવદ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે રાણેકપર ગામની પંચાસરી તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો સામે રેઇડ કરી હતી.
દરોડા દરમિયાન પોલીસે કુલ ૬ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૩૭,૯૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ:
1. અજીતભાઈ સોમાભાઈ ગોહિલ – રહે. હળવદ ગોરી દરવાજા
2. અરવિંદભાઈ ઘનશ્યામભાઈ ચાવડા – રહે. હળવદ ભેણીનો ઢાર
3. હિરજીભાઈ લક્ષમણભાઈ સરાવડીયા – રહે. ઈશ્વરનગર ગામ
4. યારામભાઈ ભીખાભાઈ ધારિયા પરમાર – રહે. હળવદ ગોરી દરવાજા
5. અશોકભાઈ નાગજીભાઈ વઢરકીયા – રહે. હળવદ ગોરી દરવાજા પાસે
6. અમૃતભાઈ અવચરભાઈ ઓડીયા – રહે. હળવદ આશોપાલવ સોસાયટી
હળવદ પોલીસની આ કાર્યવાહીથી જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


