રૂ.23,700ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ નોંધ્યો
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાયસંગપર ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.23,700ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે રાયસંગપર ગામે જાહેરમાં જુગાર રમતા ઇસમો વિરુદ્ધ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા કુલ સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં રાજુભાઈ બીજલભાઈ ડાભી, ભરતભાઈ દેવજીભાઈ સોઢા, હરખાભાઈ થોભણભાઈ કણઝરીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલભાઈ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી અને સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા, તમામ રહે. રાયસંગપર, તા. હળવદ, જી. મોરબીનો સમાવેશ થાય છે.
હળવદ પોલીસે આરોપીઓ પાસેથી રૂ.23,700ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો નોંધ્યો છે. બનાવ અંગે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


