મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી હકીકતના આધારે બાપાકે પ્લાઝા, વિશાલ ફર્નિચર પાસે આવેલી યોર એન્ટરપ્રાઈઝ દુકાનમાં દરોડો પાડી જુગાર રમતા 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપાનાના પત્તા નંગ-52 તથા રોકડા રૂ.45,200 મળી મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે જુગારધારા કલમ 4,5 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ઝડપાયેલા આરોપીઓ: પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી, ફેનીલભાઈ અલ્પેશભાઈ ભાડજા, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી, મેહુલભાઈ રમેશભાઈ બોડા, સતીષભાઈ મુકેશભાઈ કારેણ, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર અને ચીરાગભાઈ ધીરજભાઈ કોદાવરા.
કાર્યવાહી પીઆઈ જે.ડી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોસબાઈન્સ વી.એલ. વાઘેલા તથા લગધીર બીટ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


