દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા અને રાવલ ગામે ફિનાઇલ વેચવાના બહાને ઘરમાં પ્રવેશી સોનુ-ચાંદી અને ભગવાનની મૂર્તિઓ સાફ કરી આપવાના નામે છેતરપિંડી કરતી બિહારી ગેંગના ચાર શખ્સોને LCB પોલીસે ખંભાળિયા મિલન ચાર રસ્તા નજીકથી ઝડપી પાડ્યા છે.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાનો ઢાળ, ચાંદીનો ઢાળ, 7 મોબાઇલ, 4 મોટરસાયકલ તેમજ એસિડ, ફિનાઇલ, બ્રશ, પાવડર, હળદર, ફટકડી સહિત છેતરપિંડીમાં વપરાતા સાધનો મળી કુલ રૂ. 89 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓ:
1. સુબોધસિંગ હિયાલાલ સિંગ (ઉ.વ. 41), મૂળ ભાગલપુર, બિહાર, હાલ રાજકોટ
2. વિકાસકુમાર બિંદેશ્વરપ્રસાદ ઠાકુર (ઉ.વ. 38), મૂળ ભાગલપુર, બિહાર, હાલ રાજકોટ
3. સંતોષકુમારસિંહ સુબોધપ્રતાપસિંહ કુસ્વા (ઉ.વ. 34), ભાગલપુર, બિહાર
4. અનિરૂધ્ધ દિનેશ ભોજલ ઠાકુર (ઉ.વ. 46), પૂર્ણિયા, બિહાર
આરોપીઓ ખાસ કરીને વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી, ઘરે કોઈ પુરુષ ન હોય ત્યારે ફિનાઇલ વેચવાના બહાને પ્રવેશતા અને સોના-ચાંદીના દાગીના સાફ કરવાના બહાને એસિડનો ઉપયોગ કરી છેતરપિંડી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓને આગળની કાર્યવાહી માટે ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા છે.
પોલીસની અપીલ: અજાણ્યા લોકો સોના-ચાંદી કે મૂર્તિ સાફ કરવાની લાલચ આપે તો વિશ્વાસ ન કરવો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
આ સમગ્ર કાર્યવાહી LCB I/C PI શ એન.એચ.જોષી, PSI બી.એમ.દેવમુરારી, PSI એમ.આર.સવસેટા, PSI શ્રી એસ.વી.કાંબલીયા


