સામાન્ય સભામાં કોર્પોરેટર જીગ્નેશ હંસરાજભાઈ કૈલાની નિમણૂકને મંજૂરી
મોરબી: મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ વિકાસલક્ષી તથા વહીવટી મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે કોર્પોરેટર જીગ્નેશ હંસરાજભાઈ કૈલાની નિમણૂક કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સામાન્ય સભામાં તેમની નિમણૂકને મંજૂરી મળતાં હવે જીગ્નેશ કૈલા મોરબી માર્કેટિંગ યાર્ડમાં મહાનગરપાલિકાના પ્રતિનિધિ તરીકે જવાબદારી નિભાવશે અને મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ કરશે.
મહાનગરપાલિકા દ્વારા સોંપવામાં આવેલી આ નવી જવાબદારી બદલ કોર્પોરેટર જીગ્નેશ કૈલાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમની નિમણૂકથી માર્કેટિંગ યાર્ડ તથા મહાનગરપાલિકા વચ્ચે વધુ સુમેળ સાથે કામગીરી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


