વાંકાનેર તાલુકા પોલીસના અપહરણ ગુનામાં 13 માસથી ફરાર આરોપી ભોપાલથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી AHTU તથા વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત કામગીરી

મોરબી: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં 13 માસથી નાસતા ફરતા આરોપી સાગર દેવચંદ વર્મા (ઉ.વ. 22)ને મોરબી AHTU તથા વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મધ્યપ્રદેશના ભોપાલના પીપલાની થાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી પી.આર. સોલંકી, પ્રો. પોલીસ ઇન્સ્પેકટર AHTU મોરબી તથા ડી.વી. ખાંભલા, પોલીસ સબ ઇન્સ્પેકટર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW