મોરબી જિલ્લા VTV Newsના પત્રકાર દેવ સનાળીયાનો આજે જન્મદિવસ છે. તેમણે પત્રકારત્વ ક્ષેત્રે સતત કામગીરી કરીને મોરબી શહેર અને જિલ્લાના લોકોના પ્રશ્નોને વાચા આપવાની સાથે જાગૃત પત્રકાર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
દેવ સનાળીયાએ 2017થી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી લોકો સુધી સાચી અને તટસ્થ માહિતી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે તેમણે ન્યૂઝ વેબ પોર્ટલ તેમજ વિવિધ સમાચારપત્રોમાં સેવા આપી છે. હાલ તેઓ ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ VTV Newsના મોરબી જિલ્લા રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને વિવિધ જનપ્રશ્નોને અસરકારક રીતે વાચા આપી રહ્યા છે.
દેવ સનાળીયાએ માસ્ટર ઓફ જર્નાલિઝમ તેમજ LL.B. નો અભ્યાસ કર્યો છે. પત્રકારત્વની સાથે તેઓ મોરબી પત્રકાર એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. આજે દેવ સનાળીયાએ પોતાના જીવનના 32 વર્ષ પૂર્ણ કરી 33મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેમના જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધીઓ, મિત્રો, સહકર્મીઓ તથા બહોળા મિત્રવર્તુળ દ્વારા તેમને મોબાઈલ નંબર 82382 84984 પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


