મોરબી: ચોરાઉ મોટરસાયકલ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીકે છળકપટથી મેળવેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકાના મકનસર ગામ ક્રિષ્ના વિજય નળીયાના કારખાના સામે સર્વિસ રોડ ઉપર આવતા ઢુવા તરફથી એક મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમા એક ઈસમ નિકળતા તુરત તેને રોડી તેની પાસેના મો.સા. બાબતે પુછપરછ ક૨તા ગલ્લા તલ્લા કરતો હોય અને કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી ઈસમને સદરહું મોટર સાયકલની આર.સી. બુક તથા લગત કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી મોટરસાયકલના રજીસ્ટર નંબર GJ-13-BC-9932 વાળા હોય જે મોટર સાયકલના માલીક બાબતે પુછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી ઈસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ ચોરી ડે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૬(૧) મુજબ કબ્જે કરી તથા ઈસમ અલ્પેશભાઈ રમેશભાઈ બોહડીયા રહે.વાવડી તા.થાનગઢ જી.સુરેન્દ્રનગરવાળાને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) મુંજબ ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW