ઘરે ઘરે દીપ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે રામદેવપીર મંદિરે આરતી કરાઈ
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત ગોર ખીજડીયા ગામમાં ઘરે ઘરે દીપ પ્રગટાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગામના રામદેવપીર મંદિરે વડાપ્રધાનશ્રીના તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે આરતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા તથા તલાટી કમ મંત્રી રવિભાઈ હુંબલના આયોજન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના લોકો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી.


