શ્રમ – રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દુલાભજીભાઈ દેથરીયાની પ્રેરક ઉપસ્થિતિ
“સેવા મેરા યોગદાન” અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ તથા વિવિધ બ્લડ બેંકોના સંયુક્ત આયોજન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું યોજાયા હતા. આ કેમ્પમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાના આ ઉમદા કાર્યમાં યોગદાન આપ્યું હતું.
જિલ્લામાં યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા કુલ ૪૫૭ જેટલા બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું.
મોરબી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી મંત્રી કાંતિભાઈ અમૃતિયા સંસ્કાર હોલ તથા GMERS મેડિકલ કોલેજ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયરશ્રી ઉત્તમભાઈ સુરાણીએ રક્તદાન કરી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
ટંકારા ખાતે માનનીય ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા તથા પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
હળવદ ખાતે પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ “સેવા મેરા યોગદાન” અંતર્ગત યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ લોકો જોડાઈને રક્તદાન કરે તે માટે પ્રેરણા આપી હતી. રક્તદાન એ જીવન બચાવવાનું મહત્ત્વપૂર્ણ સેવાકાર્ય છે ત્યારે નાગરિકોમાં રક્તદાન અંગે જાગૃતિ અને સેવાભાવ વધે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં યોજાયેલા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પને રક્તદાતાઓ તરફથી મળેલા ઉત્સાહભેર પ્રતિસાદથી “સેવા મેરા યોગદાન”ના સેવાભાવી સંદેશને વધુ વેગ મળ્યો હતો.


