મોરબી: મોરબી શનાળા જીઆઇડીસીમાં એસ.આર. પેકેજીંગ કારખાના પાછળ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોય જેથી વીદેશી દારૂની ૨૪ બોટલો સાથે ત્રણ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી શનાળા જી.આઇ.ડી.સી મા એસ.આર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઇસમો ઇગ્લીશદારૂની હેરાફેરી કરતા હોય જેથી બાતમીના આધારે રેઇડ કરતા ત્રણ ઇસમો પાર્થભાઇ ગૌતમભાઇ મહેતા રહે. મોરબી શકતશનાળા પી.જી.વી.સી.એલ કોલોની સામે, મયુરભાઇ પ્રેમજીભાઇ સોલંકી રહે.મોરબી નાનીવાવડી ગામ, ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ મારૂતીનગર -૧ મુળરહે. તારાણા મોરાણા તા.જોડીયા વાળાને ઇગ્લીશદારૂની બોટલો નંગ-૨૪ કિ.રૂ.૧૦૫૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક શખ્સ રૂષીરાજસિંહ અનીરૂધ્ધસિંહ જાડેજા રહે.મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ ચારે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.