રવાપર-ઘુનડા રોડ પર ગણેશોત્સવમાં નવદુર્ગાના સ્વરૂપે બાળાઓએ કરી ગણપતિ બાપાની આરતી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રવાપર-ઘુનડા રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પાર્ક સ્થિત કસ્તુરી ટ્વિન-બી એપાર્ટમેન્ટમાં ગણેશ ઉત્સવની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાની-મોટી બાળાઓ દ્વારા નવદુર્ગાના વિવિધ સ્વરૂપો ધારણ કરવામાં આવ્યા હતા.

બાળાઓએ વિવિધ માતાજીના સ્વરૂપમાં સજ્જ થઈ ગણપતિ બાપાની આરતી ઉતારી હતી. બાળાઓના આ ભક્તિમય અને આકર્ષક રૂપને નિહાળી ઉપસ્થિત સૌ ભાવવિભોર બન્યા હતા. સમગ્ર વાતાવરણમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો માહોલ છવાઈ ગયો હતો.

નવદુર્ગાના સ્વરૂપમાં સજ્જ બાળાઓ જ્યારે એકસાથે ગણપતિ બાપાની આરતી કરી રહી હતી ત્યારે જાણે સાક્ષાત્ નવદુર્ગા માતાજી ગણપતિ બાપાની આરતી કરવા પધાર્યા હોય તેવા મનમોહક અને અલૌકિક દ્રશ્યો સર્જાયા હતા.

આ અનોખી ઉજવણીમાં એપાર્ટમેન્ટના રહેવાસીઓ તેમજ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરા, સંસ્કૃતિ અને ભક્તિનો સુંદર સમન્વય કરતી આ ઉજવણી સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW