ટીંબડી પ્રાથમિક શાળા ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

સરકારી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળતા મોટી સંખ્યામાં અરજદારો જોડાયા

મોરબી, તા. ૨૧ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી જિલ્લાભરમાં અંદાજે ૩૦ જેટલા “સેવા સેતુ” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત મોરબી તાલુકામાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ટીંબડી પ્રાથમિક શાળા ખાતે સવારે ૯:૦૦થી સાંજે ૫:૦૦ કલાક સુધી “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટીંબડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર, અમરનગર, નવા સાદુળકા તથા જુના સાદુળકા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી સેવાઓ, યોજનાઓ અને જરૂરી અરજીઓ અંગે માર્ગદર્શન તેમજ સ્થળ પર જ કામગીરી કરવામાં આવતા સંબંધિત ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેનો લાભ લીધો હતો.

આ પ્રસંગે મોરબી તાલુકા વિકાસ અધિકારી (TDO), ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ટીંબડી તલાટી-કમ-મંત્રીશ્રી, શાળાના આચાર્યશ્રી તેમજ ICDS, PGVCL,ST, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

“સેવા સેતુ” કાર્યક્રમના માધ્યમથી લોકોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને જરૂરી સેવાઓ સરળતાથી તથા એક જ સ્થળેથી મળી રહે તેવો હેતુ સાર્થક બન્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારોએ વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW