ટીંબડી ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય સતિષભાઈ મેરજાની ઉપસ્થિતિ

Advertisement
Advertisement
Advertisement

ટીંબડી ગામ ખાતે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય સતિષભાઈ મેરજાએ ઉપસ્થિત રહી કાર્યક્રમની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ પ્રસંગે સતિષભાઈ મેરજાએ ગ્રામજનો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી તેમજ સરકારની વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા લોકોને અપીલ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW